અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.
અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મના બંને ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડયા છે. આ પછી તે પાન ઈન્ડિયાનો સૌથી લોકપ્રિય કલાકાર મનાય છે.
એટલીની આ ફિલ્મનું શૂટિંગ આવતા ઓગસ્ટથી શરૂ થશે એમ મનાય છે. બોલિવૂડમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર હાઈએસ્ટ પેઈડ એકટર્સ મનાય છે. શાહરુખ એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ફી લેતો હોવાનું કહેવાય છે. જ્યારે અક્ષય કુમાર આશરે 130 કરોડ રૂપિયા અને સલમાન ખાન આશરે 100 કરોડ રૂપિયા લેતો હોવાનું કહેવાય છે.
જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર મોટા સ્ટાર્સને ઘણી વખત એક સિંગલ એમાઉન્ટ ફી પેટે મળતી હોતી નથી. તેને બદલે તેઓ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં ભાગીદારી કે નફામાં ભાગ જેવા વિકલ્પ પણ અપનાવતા હોય છે. અક્ષય કુમાર તો હવે તેની મોટાભાગની ફિલ્મોમાં સહ નિર્માતા બની જાય છે.