અસલી કાશ્મીરી પંડિતોને લઈને બનીઃ શિકારા

Tuesday 21st January 2020 06:17 EST
 
 

કાશ્મીરી પંડિતોને ૧૯મી જાન્યુઆરીએ સ્થળાંતર કર્યાને ૩૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. તે દિવસે અંદાજે ચાર લાખ જેટલા કાશ્મીરી પંડિતોને બેઘર કરી દેવાયા હતા. આ જ કથાવસ્તુ પર ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાએ ‘શિકારા’ નામની ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં તેમણે ૪૦૦૦ કાશ્મીરી પંડિતો પાસે એક્ટિંગ પણ કરાવી છે. ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, પણ તે પહેલાં કાશ્મીરી પંડિતો માટે ફિલ્મના સૌથી પહેલા અને સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન ૧૯મી જાન્યુઆરીએ જ યોજાયું હતું. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને તેમાં કાશ્મીરી પંડિતોનાં સ્થળાંતરના અસલી ફૂટેજ પણ સામેલ કરાયા છે. ફિલ્મનું ટ્રેલર ૭ જાન્યુઆરીએ રિલીઝ થયું હતું અને પરેશ રાવલ, શૂજિત સરકાર જેવા દિગ્ગ્જ કલાકારોએ તેના વખાણ કર્યાં હતાં. પરેશ રાવલે તો ત્યાં સુધી કહ્યું હતું કે, આ ફિલ્મ દરેક ભારતીયએ જોવી જ જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter