સુપરહિટ ફિલ્મ ‘ગજિની’થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી દક્ષિણની અભિનેત્રી અસિન થોટ્ટુમલના લગ્ન માઈક્રોમેક્સનાં સહસ્થાપક રાહુલ શર્મા સાથે દિલ્હીમાં ૨૬ નવેમ્બરે થવાની વાતો સંભળાઈ રહી છે. અસિનની છેલ્લી ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’ના શૂટિંગ વખતે આ બંનેની મિત્રતા થઈ હતી
જે પ્રેમમાં પરિણમી અને હવે બંને લગ્નનાં બંધનમાં બંધાવાના છે. અસિનના પરિવારે આ લગ્ન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, બંને પરિવારોએ નક્કી કર્યું છે કે બંનેનાં પરિવારજનો અને નિકટનાં લોકોની હાજરીમાં સાદગીથી જ આ લગ્ન થશે. આ લગ્ન માટે દિલ્હીના નેશનલ હાઈવે પર આવેલી એક હોટેલ બુક કરવામાં આવી છે અને લગ્ન પછીનાં દિવસે વેસ્ટ એન્ડ ગ્રીન્સમાં રિસેપ્શન રખાયું છે.