ફિલ્મોમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહેલી અસિનને તાજેતરમાં એક જોરદાર કહી શકાય તે રીતે લગ્નની દરખાસ્ત મળી છે. ઉદ્યોગપતિ રાહુલ શર્માએ અસિન સમક્ષ એક વર્ષ પહેલા પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, અસિને લાંબાથી તેનો પ્રતિભાવ આપ્યો નથી. બંનેના પરિજનો અસિનના જવાબની રાહમાં છે. રાહુલ શર્માએ એકદમ ઘૂંટણીયે પડી પોતાની લગ્ન કરવાની ઇચ્છા અસિનને દર્શાવી હતી. આ સમયે તેને રાજી રાખવા રાહુલે ૨૦ કેરેટના સાચા બેલ્જિયમ હીરા જડેલી વીંટી ભેંટ કરી હતી. આ વીંટીમાં હીરા દ્વારા અંગ્રેજી અક્ષરો ‘એ’ અને ‘આર’ ઉપસાવવામાં આવ્યા છે. તેમ જ આંગળી ફરતેની વીંટીની ધાર પર હીરાથી પ્રેમ સંદેશ કોતરાયેલો છે. સૂત્રો આ વીંટીની અધિકૃત કિંમત રૂ. છ કરોડની હોવાનું જણાવાયું છે.