દીપિકા પદુકોણ છેલ્લા ત્રણ વરસથી મેટ ગાલાની રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળે છે. જોકે આ વખતે તે મેટ ગાલામાં નહીં જોડાય. દીપિકા પદુકોણ ગર્ભવતી હોવાથી હાલ તે પોતાના કમિટમેન્ટ પુરા કરવામાં વ્યસ્ત હોવાથી તે આ ઇવેન્ટનો હિસ્સો બની શકે એમ નથી. એક રિપોર્ટને સાચો માનીએ તો, દીપિકાએ પહેલાથી જ મેટ ગાલાની ઈવેન્ટની તારીખો પોતાના આગામી પ્રોજેક્ટસ માટે આપી દીધી છે. પરિણામે તે આ વખતે મેટ ગાલાની રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળશે નહીં. અભિનેત્રી ફિલ્મ ‘સિંઘમ-3’ના શૂટિંગમાં વ્યસ્ત છે એટલું જ નહીં, મે મહિનામાં તેની પ્રભાસ સાથેની ‘કલ્કિ 2898એડી’ લોન્ચ થાય તેવી શક્યતા છે. દીપિકા પ્રેગનન્ટ છે, અને તે પોતાના વર્ક કમિટમેન્ટ પુરા કરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પદુકોણે 2017માં મેટ ગાલામાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે 2018માં અને 2019માં આ ઈવેન્ટનો હિસ્સો બની હતી.