કુઆલાલુમ્પુરમાં યોજાયેલા ૧૬મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ (આઈફા) એવોર્ડ સમારંભમાં બે ફિલ્મોનો દબદબો રહ્યો હતો. શેક્સપિયરના હેમલેટને નવા અંદાજમાં રજૂ કરતી વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ અને વિકાસ બહલની ફિલ્મ ‘ક્વીન’ને ત્રણ-ત્રણ એવોર્ડ મળ્યા છે.
ક્વીનની કંગના રણૌતને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને હૈદરના શાહિદ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. હૈદરમાં શાહિદની માતાની ભૂમિકા ભજવનારી તબ્બુને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. આ જ ફિલ્મમાં નેતાની ભૂમિકા ભજવનાર કે. કે. મેનને સર્વશ્રેષ્ઠ વિલનનો પુરસ્કાર મળ્યો છે. ‘એક વિલન’ના રિતેશ દેશમુખને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. રાજકુમાર હિરાણીને ફિલ્મ ‘પીકે’ માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો છે. ‘ક્વીન’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને વાર્તા (બહલ ચૈતાલી પરમાર અને પરવેઝ શેખ)નો પણ પુરસ્કાર ગયો છે.
‘એક વિલન’ને ત્રણ એવોર્ડ
‘એક વિલન’ ફિલ્મને પણ ત્રણ પુરસ્કાર મળ્યા છે. રિતેશ દેશમુખને સર્વશ્રેષ્ઠ સહાયક અભનેતાનો પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ ગાયન (પુરુષ) એ માટે અંકિત તિવારી (ગલિયાં)ને પુરસ્કાર મળ્યો છે. એ ઉપરાંત સર્વશ્રેષ્ઠ ગીતનો પુરસ્કાર પણ આ જ ફિલ્મને મળ્યો છે.
અન્ય એવોર્ડ
• સુભાષ ઘાઈઃ વિશેષ સન્માન • દીપિકા પાદુકોણઃ વુમન ઓફ ધ યર • ટાઇગર શ્રોફઃ સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા (હીરોપંતી) • કૃતિ સેનનઃ સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી (હીરોપંતી) • ઓમંગ કુમારઃ સર્વશ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શક (મેરીકોમ) • સાજિદ નડિયાદવાલાઃ સર્વશ્રેષ્ઠ નવોદિત નિર્દેશક (કિક) • વરુણ ધવનઃ સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકાર (મેં તેરા હીરો)