મલાઇકા અરોરાની સુંદરતાની વાત આવે ત્યારે સમય જાણે રોકાઈ ગયો હોય તેમ લાગે છે. મલાઈકા અરોરા એક્ટર - ડાન્સર - વીજે - મોડેલ સહિત અનેક ઓળખ ધરાવે છે. મલાઈકાની ઉંમર 48 વર્ષ છે અને આ ઉંમરે પણ લોકો તેમની સુંદરતા-ફિટનેસના વખાણ કરતા થાકતા નથી. જોકે મલાઈકાનું કહેવું છે કે 48 વર્ષે ગોર્જિયસ દેખાવા માટે હું આકરી મહેનત કરું છું.
મલાઈકાના મતે લોકો તેને ઉંમરના કારણે નહીં, પરંતુ સુંદરતાના કારણે વધુ પસંદ કરે છે. મલાઈકા કહે છે કે ‘48ની ઉંમરે પણ ગજબ દેખાવ છો, તેવું કોઈ કહે તો આ કોમ્પ્લિમેન્ટ્સ છે, ટીકા નહીં.’ વધુમાં મલાઈકાએ કહ્યું હતું કે, ‘48ની ઉંમરે પણ સુંદર દેખાઉ છું તો તેમના માટે આકરી મહેનત, સમર્પણ અને કાળજી લેવા પડે છે.’ સુંદરતા જાળવવા માટે વર્કઆઉટ સિવાય કોઈ થેરાપીની મદદ લીધી છે કે કેમ તેવા સવાલ અંગે મલાઈકાએ કહ્યું હતું કે, તેને હેડસ્ટેન્ડ્સ ખૂબ ગમે છે. આ ઉપરાંત માચા શોટ્સ અને હળદર અસરકારક છે. સાઉથ અમેરિકન વૂડ થેરાપી તેમને વધુ પસંદ છે. મડેરો તરીકે ઓળખાતી આ થેરાપીમાં લાકડાની સળીઓથી શરીર પરની ચરબી અને કરચલીઓ તોડવામાં આવે છે. અન્ય મહિલાની જેમ આ ઉંમરે શરીર પર ચરબી અને સ્ટ્રેચ માર્ક સ્વાભાવિક છે. વજનમાં ચડ-ઉતર થયા કરે છે અને હોર્મોનલ ઇશ્યૂ પણ છે. જોકે પોતાની જાતને સારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાની અને સારી બાબતો વિચારવાથી સ્વસ્થ રહી શકાય છે તેવું મલાઈકાનું કહેવું છે.