આદિત્ય પંચોલી ઘણીવાર વિવાદોમાં સપડાતો રહે છે. ગત સપ્તાહે તેણે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં મારામારી કરી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આદિત્યએ આ હોટેલમાં ચાલી રહેલાં અંગ્રેજી ગીતને બંધ કરી હિન્દી ગીત વગાડવાની રજૂઆત કરી હતી, તેની રજૂઆત બાદ હોટેલના બાઉન્સરોએ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેને સમજાવીને શાંતિથી પબમાં મજા માણવા જણાવ્યું પણ તેણે બાઉન્સરોની વાત ન માનતાં તેમના ઉપર પોતાના મોબાઈલથી હુમલો કર્યો હતો, તેણે બાઉન્સર સાથે કરેલી ઝપાઝપીમાં એક બાઉન્સરને માથામાં ગંભીર ઈજા પહોંચતા વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આદિત્યની ધરપકડ કરી હતો. જોકે પછી આદિત્ય પંચોલીને જામીન પર છોડવામાં આવ્યો હતો. અગાઉ તેનો દીકરો પણ એક આત્મહત્યા કેસમાં વિવાદમાં સપડાયો હતો.