અભિનેતા આમિર ખાન વર્તમાનમાં તેમની લવલાઇફના મુદ્દે ચર્ચામાં છે. અભિનેતા નવી પ્રેમિકા બેંગ્લુરુની ગૌરી સ્પ્રેટ સાથે ડેટિંગ કરી રહ્યો છે, અને હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમા તે ગર્લફ્રેન્ડના હાથમાં હાથ પરોવવીને ઉભેલો જોવા મળે છે. આ વીડિયો મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલનો છે. આમિર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે આમિરે શાલ ઓઢેલી છે જ્યારે ગૌરી એક સાધારણ સાડી ધારણ કરીને ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી છે. વીડિયોમાં એક્ટર શેન ટેંગ અને મા લી પણ જોવા મળે છે. આમિરે તે સમયે ગૌરીનો હાથ પકડેલો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ આમિર ખાને પોતાના 60મા જન્મદિવસે ગૌરી સાથે રિલેશનમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પહેલી જ વાર આમિરે જગતને તેની નવી લવલાઈફવિષે જાણ કરી હતી.
આમિરના જીવનમાં ગૌરી આવી તે પહેલાં તેમનું નામ ‘દંગલ’ની સહકલાકાર ફાતિમા સના શેખ સાથે જોડાયેલું હતું. આમિર તે પહેલાં કિરણ રાવ અને રીના દત્તા સાથે લગ્ન કરી ચૂક્યો હતો. આમિર જોકે ત્રીજા લગ્ન કરવાના મૂડમાં નથી. ગૌરી સાથે તે બાકીનું જીવન પસાર કરવા માંગે છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આમિર ‘સિતારે જમીં પર'નું શૂટિંગ પૂરું કરી ચૂક્યો છે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. તે ઉપરાંત આમિર ફિલ્મ લાહોર-1947પ્રોડયૂસ કરી રહ્યો છે. ફિલ્મનું શુટિંગ પૂરું થઈ ચૂક્યું છે. પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ છે.