આ વધેલી ચરબીને કારણે તેને રોજિંદા નાના-મોટા કામમાં અન્ય લોકોની મદદ લેવી પડે છે. જોકે, સ્થિતિ માટે તે પોતે જવાબદાર છે. હકીકત આમિરખાન પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવા આવું શારીરિક જોખમ પણ લઇ લે છે. તેથી આ વખતેપણ પોતાની નવી ફિલ્મના પાત્ર માટે તેણે વજન વધાર્યું છે.
આમિર વજન ૬૮ કિલોમાંથી ૯૮ કિલો થઇ જતા તેને નીચે વળવામાં તકલીફ પડે છે. તે નવી ફિલ્મમાં પહેલવાન મહાવીર ફોગટનો રોલ કરી રહ્યો હોવાથી તેણે શરીર વધાર્યું હોવાનું કહેવાય છે. આમિરની ઊંચાઇ ફક્ત પાંચ ફૂટ પાંચ ઇંચ હોવાથી તે વજનદારની શ્રેણીમાં પહોંચી ગયો છે. આથી તેને બૂટની દોરી બાંધવા પણ કોઇની મદદની જરૂર પડે છે.