આયુષ્માનની ‘ડ્રીમગર્લ’ પહોંચી હોંગકોંગ

Wednesday 04th December 2019 05:40 EST
 
 
અગાઉ આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ હતી અને તેણે સારી એવી કમાણી કરી હતી. હવે આયુષ્માન ખુરાના સ્ટારર ‘ડ્રીમગર્લ’ પાંચમી ડિસેમ્બરે હોંગકોંગમાં રિલીઝ થવાની છે. હોંગકોંગ રિલીઝ માટે આ ફિલ્મનું સ્પેશ્યલ પોસ્ટર પણ રિલીઝ કરાયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા, અનુ કપૂર અને મનજોત સિંહ જેવા કલાકારો છે. ફિલ્મને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે અને એકતા કપૂર ફિલ્મની નિર્માત્રી છે. ‘ડ્રીમગર્લ’ ફિલ્મ ૧૩ સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ થઈ હતી અને રૂ. ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ પણ થઇ હતી. આયુષ્માનની ફિલ્મ ‘અંધાધૂન’ પણ હિટ રહ્યા બાદ જાપાનમાં રિલીઝની વાટાઘાટો થઈ હતી.
આ પહેલાં હોંગકોંગમાં બોલિવૂડની ‘બરફી’, ‘હિચકી’, ‘સક્રિટ સુપરસ્ટાર’ વગેરે જેવી હિન્દી ફિલ્મો રજૂ થઈ ચૂકી છે અને ત્યાંના દર્શકોએ તેને હરખથી અપનાવી છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter