મુંબઈઃ ઐશ્વર્યા રાયે એક મેગિઝનના ફોટોશૂટ દરમિયાન તાજેતરમાં જણાવ્યું કે, તેની અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા એક દિવસ અચાનક રણબીર કપૂર પાસે જઈને તેને વળગી પડી. પછીથી ખબર પડી કે રણબીરે અભિષેક જેવું જેકેટ અને કેપ પહેર્યાં હતાં એટલે આરાધ્યાને લાગ્યું કે રણબીર અભિષેક છે. ઐશ્વર્યાએ જણાવ્યા મુજબ, આરાધ્યા સાથે રણબીરને પણ મજા પડી હતી અને આરાધ્યાએ રણબીરને ઘણા હસીમજાક વાળા સવાલજવાબ પૂછી નાંખ્યા હતા.