બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે તાજતરમાં ઓસ્ટ્રેલિયા હતી. મેલબોર્નમાં આઈએફએફએમ ૨૦૧૭માં હાજરી આપવા સાથે ૧૨મી ઓગસ્ટે સવારે ઐશ્વર્યાએ ફેડરેશન સ્કેવરમાં ઈન્ડિયન નેશનલ ફ્લેગ (ભારતીય રાષ્ટ્રધ્વજ) લહેરાવ્યો હતો. ઐશ્વર્યાએ ત્યારે સફેદ અનારકલી સૂટ પહેર્યો હતો. આરાધ્યાને ઐશ્વર્યાએ સફેદ ઘાઘરા ચોલી પહેરાવ્યા હતા. જેવું ભારતીય રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું કે તુરંત જ આરાધ્યા સાવધાનની પોજિશનમાં આવીને ધ્વજને સલામી આપવા લાગી હતી.