મુંબઈ: બોલિવૂડના કલાકારો કોવિડ ૧૯ સામે જનતાને રક્ષણ આપનાર લોકોને પોતપોતાની રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટનો પણ સમાવેશ થાય છે. આલિયાએ ફ્રન્ટલાઇન વર્કર્સને એક સુખદ ભેટ આપીને સપ્રાઇઝ આપી છે. અભિનેત્રીએ ફ્રન્ટલાઇનર્સને હેલ્ધી ફૂડ હેમ્પર સાથે એક થેન્ક્યુ નોટ પણ પાઠવી છે. આલિયાએ આ ફુડ પેકેટની તસવીર સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે.
આલિયાએ લખ્યું છે કે, લોકોના સ્વાસ્થ્ય માટે ખડા પગે રહેનાર તમારા લોકોનો અંગત રીતે આભાર માનું છું. તમે જ ખરા હીરો છો. અભિનેત્રીના ફૂડ હેમ્પરમાં સ્વાસ્થ્યવર્ધક ખાવા-પીવાની ચીજો છે. આ ફૂડ પેકેટમાં ચોકલેટ બાર, બન બ્રેડ, સફરજન, દહીં, બટર અને એપલ જ્યુસ છે.
મુંબઇની કેઇએમ હોસ્પિટલના ડોકટરે આલિયાનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, તારી સ્વીટ સરપ્રાઇઝથી અમે ખુશ થયા છીએ તેમજ તમારી થેન્ક યુ નોટ પણ મળી છે. અમારા કામની કદર કરવા બદલ આભાર. અત્યારની પરિસ્થિતિમાં આ કામ સરાહનીય છે. હાલમાં આલિયા ઘરમાં ક્વોરેન્ટાઇન છે. જોકે તે પોતાનો મોટાભાગનો સમય તે બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે પસાર કરે છે.