થોડા સમય અગાઉ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજયને ત્યાં ઈન્કમટેક્સની રેડ પડી હતી. પરંતુ હિન્દી ફિલ્મોના કલાકારો ઈન્કમટેક્સ ભરવામાં પ્રમાણિક સાબિત થયા છે. બોલિવૂડના કલાકારો માતબર રકમ ટેક્સ પેટે ભરે છે. જેમાં સૌથી મોખરે અક્ષયકુમાર છે.
સલમાનખાનની વાર્ષિક આવક રૂ. ૨૧૯ કરોડ છે અને તેણે રૂ. ૧૧ કરોડનો ટેક્સ ભર્યો છે. શાહરુખખાનની આવક રૂ. ૧૭૦ કરોડ છે અને તેણે રૂ.૧૦.૫ કરોડ ટેક્સ ભર્યો છે. અમિતાભ બચ્ચનની કમાણી રૂ. ૨૧૯ કરોડ છે અને તેણે રૂ.પાંચ કરોડનો ટેક્સ ભર્યો છે. આમિરખાને રૂ. ૧૫૦ કરોડની આવક સામે રૂ. ૪.૫ કરોડ ટેક્સ ભર્યો છે. રણબીર કપૂરે રૂ. ૯૮ કરોડની આવક સામે રૂ. ચાર કરોડનો ટેક્ષ ચુકવ્યો છે. સૈફ અલી ખાને રૂ. ૧૦૦ કરોડની કમાણી સામે રૂ. ત્રણ કરોડ ટેક્સ ચુકવ્યો છે. કેટરિના કૈફે રૂ. ૫૪ કરોડની આવક સામે રૂ.૨.૬૦ કરોડ ટેક્સ ભર્યો છે. કરીના કપૂરે રૂ. ૬૫ કરોડની આવક સામે રૂ.૨.૨૦ કરોડનો ટેક્સ ભર્યો છે. આમ, બોલિવૂડના ઘણા કલાકારો ઇન્કમટેક્સ ભરવામાં પ્રમાણિક હોવાનું જણાય છે.