ઈરફાન ખાને તાજેતરમાં ફિલ્મ ‘મદારી’ના પ્રમોશનમાં કહ્યું હતું કે, ખરીદેલાં બકરી કે ઘેટાંનું બલિદાન આપવું એ કુરબાની નથી, પણ જે પ્રિય હોય એવી વસ્તુનું બલિદાન આપવું તે કુરબાની છે. કોઈ વસ્તુનું બલિદાન કરતાં પહેલાં તેની સાથે લાગણીનો સંબંધ હોવો જોઈએ. ફક્ત પ્રાણીની કતલથી કુરબાનીનો હેતુ પાર પડતો નથી. આપણે મુસ્લિમોએ મુહર્રમને પણ મજાક બનાવી દીધી છે. આતંકવાદ સામે અવાજ ન ઊઠાવવા માટે પણ ઈરફાને મુસ્લિમોની ટીકા કરી હતી. ઈરફાનની આ ટિપ્પણીઓ પછી મુસ્લિમ વિદ્વાનોએ ઈરફાનને ધાર્મિક મુદ્દાઓ પર બોલવા કરતાં ફિલ્મી કારકિર્દી પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.