બાળકલાકાર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનારી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ત્રીજી માર્ચે કાશ્મીરી મોડલ-બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં હતા. પરિવારના સભ્યોની હાજરીમાં અને સાદાઈથી થયેલા આ લગ્નમાં બોલિવૂડ સાથે સંકળાયેલા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ વ્યક્તિ હાજર નહોતી.
લગ્ન બાદ ઉર્મિલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારાં લગ્નના સેલિબ્રેશનમાં ફક્ત પરિવાર અને મિત્રો જ ઉપસ્થિત હતા. અમારા બન્નેનો પરિવાર આ લગ્ન ધામધૂમથી કરવા માગતો ન હોવાથી અમે બન્નેએ લગ્નને ખાનગીમાં અને સાદાઈથી કરવાનું પસંદ કર્યું હતું. અમારી આ નવી સફરમાં તમારા આશીર્વાદ અને દુવાની આશા રાખીએ છીએ. વર્ષ ૨૦૦૮માં હિમેશ રેશમિયાની ફિલ્મ ‘કર્ઝ’માં દેખાયા બાદ એનિમેશન ફિલ્મ ‘દિલ્હી સફારી’માં ઉર્મિલાએ અવાજ આપ્યો હતો.