પૂર પીડિતોની મદદ માટે તેણે એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, હું રિતિક રોશન છું. જમ્મુ અને કાશ્મીરમાં પૂરથી થયેલી તબાહીના સમાચાર વિવિધ ન્યૂસ ચેનલો પર જોઈને હચમચી ગયો છું. ઘણા લોકો બેઘર થઈ ગયા છે અને ઘણા મૃત્યુ પામ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં મેં ઘણી ફિલ્મોના શૂટિંગ કર્યા છે. આ લોકો આ કુદરતની આફતનો સામનો કઈ રીતે કરશે એ જ વિચાર મને સતાવે છે. મને આ લોકો માટે કંઈક કરવાની ઈચ્છા છે અને આશા છે કે મને ચાહતા લોકો પણ મદદ કરવા આગળ આવશે. રિતિકે વધુમાં લખ્યું છે કે જેને ઈચ્છા હોય તે મારી સાથે જોડાઈ શકે છે. આપણે બધા સાથે મળીને પૂર પીડિતો માટે એક ભંડોળ એકઠું કરીશું.