કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો. ઋષિ કપૂરે ટ્વિટર પણ ત્રણ વ્યક્તિનો ફોટો મુક્યો હતો જેમાં એક હોટલમાં લંચ કરી રહ્યા છે. સાથે લખ્યું છે કે, ‘આજે બપોરે લી પેટીટ માઇસનમાં હતા. રણબીર જલદી આવવા બદલ આભાર.’
જ્યારે નીતુએ આ ફોટો ઇન્સ્ટ્રાગ્રામ પર મુક્યો હતો. અને લખ્યું હતું કે ‘રનસ (રણબીર) પોતાના પિતાની બર્થડે ઉજવવા આવ્યો.’ રસપ્રદ વાત તો એ હતી કે કેટરિના કેફ પણ પોતાની ફિલ્મ ‘બાર બાર દેખો’ના શૂટિંગ માટે લંડનમાં જ છે. પરંતુ તે ફોટામાં જોવા મળી નથી.