બ્રિટનસ્થિત મોબાઈલ કંપની લેબારાની રિંગટોની રચના કરવા માટે વર્ષ ૨૦૧૦-૧૧માં લેબારા તરફથી ૪૮ વર્ષીય રહેમાનને મળેલી રૂ. ૩.૪૭ કરોડની રકમની ચૂકવણી સંબંધમાં રહેમાન ઉપર આવકવેરા ચોરીનો કથિત આક્ષેપ થયો છે. રહેમાને લેબારા પાસે એ.આર. રહેમાન ફાઉન્ડેશન (ટ્રસ્ટ)ના બેંક ખાતામાં રકમ તબદીલ કરાવી હતી. નાણાકીય રકમની આ ટ્રાન્સફરે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઓફર (એફસીઆરએ) ૨૦૧૦ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, કારણ કે ટ્રસ્ટને ન તો વિદેશી ફાળો સ્વીકારવાની મંજૂરી છે, ન તો તે દાન હતું. હકીકતમાં તો તે આવકવેરો ચૂકવવાને પાત્ર આવક હતી, જે રકમ તેમણે સ્વીકારી હતી.