સલમાન ખાનના ભાઈ અને મલાઈકા અરોરાના પૂર્વ પતિ અરબાઝ ખાને ગયા ડિસેમ્બર મહિનામાં શૂરા ખાન સાથે મેરેજ કર્યા હતા. અરબાઝ અને શૂરાના મેરેજના થોડા દિવસ અગાઉ જ અરબાઝની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેમના રિલેશનશિપ્સ અંગે ઈન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં અરબાઝ સાથેના બ્રેકઅપ અંગે પણ જ્યોર્જિયાએ ખુલીને વાત કરી હતી.
જોકે અરબાઝને પૂર્વ ગર્લફ્રેન્ડનું આ વર્તન પસંદ નહીં આવ્યું હોવાનું જણાય છે. અરબાઝે જ્યોર્જિયાનું નામ લીધા વગર સ્પષ્ટતા કરી હતી કે, શુરા સાથે મુલાકાતના બે વર્ષ પહેલા જ અગાઉ જ અમારી રિલેશનશિપ પૂરી થઈ ગઈ હતી. જ્યોર્જિયાની વાતો સાંભળીને મોટા ભાગના લોકોને લાગ્યું છે કે, તે તાજેતરના સમયની જ વાત કરી રહી છે અને તેમના બ્રેકઅપને ખાસ સમય થયો નથી. પરસ્પર સંમતિથી છૂટા પડ્યા હોવાનો દાવો પણ જ્યોર્જિયાએ કર્યો હતો. અરબાઝ ખાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ બાબતે ખુલાસા કરવા પડે તે કમનસીબ છે. તેની સાથે એક વર્ષ ડેટિંગ કર્યું હતું અને અમે દોઢ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા. કોઈ ઈન્ટરવ્યૂમાં સમયગાળાનો ઉલ્લેખ નહોતો અને તેના કારણે લોકોને લાગતું હતું કે, આ સંબંધો છોડીને હું તરત જ નવા સંબંધમાં જોડાયો છું. હકીકતમાં શુરા સાથે ડેટિંગના દોઢ વર્ષ અગાઉથી સિંગલ જ હતો.
અરબાઝના મતે, અંગત સંબંધો અંગે જાહેરમાં વાત કરવાના બદલે પરસ્પર સન્માન જાળવીને આગળ વધવું જોઈએ. લગ્ન થઈ રહ્યા હોય ત્યારે કોઈના બ્રેકઅપ અંગે વાત કરવી તે અયોગ્ય છે. જાહેરમાં વ્યક્તિગત બાબતો ઉછાળવાનો કોઈ મતલબ નથી.