આ ફિલ્મની વાર્તા કંઈક આવી છે. મીરા (અનુષ્કા શર્મા) અને અર્જૂન(નીલ ભૂપાલમ) બંને પતિ પત્ની છે અને ઉત્તર ભારતના ગુડગાવમાં રહે છે. એક દિવસ મોડી રાત્રે મીરાને ઓફીસના કામે બહાર જવાનું થાય છે. આ દરમિયાન તે મોડી રાત્રે બહાર ફરતા ગુંડાઓનો શિકાર થતા બચી જાય છે પરંતુ તેની સાથે જે ખરાબ વર્તન થાય છે તેનાથી પતિ-પત્ની ભય અનુભવે છે.
આવી ગભરામણમાંથી મુક્ત થવા તેઓ રજા ગાળવા ક્યાંક બહાર જવાનું વિચારે છે. પ્રવાસ દરમિયાન પણ તેમનો સામનો અસામાજિક તત્ત્વો સાથે થાય છે. અર્જૂન તેમને પાઠ ભણાવવાનું કામ કરે છે જોકે, મીરા તેની સાથે જે થયું હતું તે બાદ ખૂબ ગભરાઈ ગઈ હતી. તે અર્જૂનને વધુ પડકારતા રોકે છે. હવે સ્ટોરીમાં નવો વળાંક ત્યાં આવે છે કે જે કામથી મીરા ડરે છે તે જ તેણે કરવાનું આવે છે.
તેના પતિ અર્જૂને શરૂ કરેલી લડાઈમાં તે એકલી પડી જાય છે અને તેણે આ લડાઈનો સામનો કરવાનો આવે છે. હવે મીરા ગુંડાઓને તેમની ભાષામાં જ પાઠ ભણાવે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ‘એનએચ ૧૦’ જોવી રહી.
---------------------
નિર્માતાઃ ક્રિષ્કા લુલ્લા, અનુષ્કા શર્મા, કર્ણેશ શર્મા, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાણે, અનુરાગ કશ્યપ અન્ય કલાકારઃ દીપ્તિ નવલ
દિગ્દર્શકઃ નવદીપ સિંહ
ગીતકારઃ કુમાર, અભિરુચિ ચાંદ, મનોજ તાપડિયા, નીરજ રાજાવત, વરુણ ગ્રોવર વગેરે
સંગીતકારઃ દર્શન-સંજીવ રાઠોડ, સવેરા મહેતા, સમીરા કોપ્પિકર, આયુષ શ્રેષ્ઠા વગેરે.
ગાયકઃ અરિજિત સિંહ, મોહિત ચૌહાણ, સવેરા મહેતા, નીતિ મોહન, દીપાશું પંડિત, શિલ્પા રાવ વગેરે