મિલન લુથરિયા દિગ્દર્શિત અને અજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ, ઈમરાન હાશ્મી, એશા ગુપ્તા, વિદ્યુત જામવાલ, સંજય મિશ્રા અભિનિત ફિલ્મ ‘બાદશાહો’ સેવન્ટીઝના ગાળામાં તમને લઈ જશે. ફિલ્મમાં ભરપૂર એક્શન, ઇમોશન અને રોમાન્સ છે.
વાર્તા રે વાર્તા
વર્ષ ૧૯૭૫માં કટોકટીના કારણે રાજકીય ખળભળાટ મચ્યો હતો. રાજસ્થાન સહિત દેશમાં રજવાડાંઓનાં ખજાના જપ્ત થતાં હતાં. આ સમયે જયપુરની મહરાણી ગીતાંજલિદેવી (ઈલિયાના ડિક્રૂઝ)ના મહેલ પર પણ છાપો પડે છે અને સરકાર ખજાનાને સીલ કરાય છે. ગીતાંજલિને સંપત્તિ જાહેર ન કરવાના ગુનામાં પકડવામાં આવે છે. દરમિયાન, ગીતાંજલિની મિલકતમાંથી સોનાનો એક ટ્રક ભરીને મેજર સેહરસિંહ (વિદ્યુત જામવાલ)ની આગેવાનીમાં દિલ્હી લઇ જવામાં આવવાના સમાચાર હોય છે. ભવાની સિંહ (અજય દેવગણ)ને સોનાથી ભરેલો ટ્રક છોડાવવાનું કામ ગીતાંજલિના તરફદારો તરફથી સોંપવામાં આવે છે. ભવાનીની ગેંગમાં દલિયા (ઇમરાન હાશ્મી) પણ હોય છે. તે ઇશ્કબાજ અને બદમાશ હોય છે, પણ ભવાનીનો વફાદાર હોય છે. ભવાનીની ગેંગમાં ટિકલા ઉર્ફે ગુરુજી (સંજય મિશ્રા) છે જે ગુસ્સાવાળો અને દારૂડિયો હોય છે. તે ગમે તેવા તાળા ખોલવામાં માહેર છે. ગીતાંજલિની સુંદર વફાદાર સંજના (ઇશા ગુપ્તા) પણ આ ગેંગમાં સામેલ થઇ જાય છે. એ પછી ચાલે છે સોના માટે રેસ.
સરસ દિગ્દર્શન
ફિલ્મનું ડિરેક્શન અને સીન્સ વખણાયા છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના મહેલોમાં થયું છે તેથી ફિલ્મમાં રજવાડી ઠાઠ છલકે છે. ફિલ્મનું ગીત ‘મેરે રસ્કે કમર..’ ઓલરેડી હિટ થઈ ગયું છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. અંકિત તિવારી, જ્હોન સ્ટીવર્ટ અને તનિષ્ક બાગચીનું મ્યુઝિક કર્ણપ્રિય છે.
અજય - એશાની દમદાર એક્ટિંગ
ફિલ્મમાં અજય દેવગણ તથા એશા ગુપ્તાએ દમદાર એક્ટિંગ કરી છે. ઈમરાન હાશ્મી ફિલ્મમાં અલગ જ સ્ટાઇલમાં જોઈ શકશો.