એવોર્ડ લઈને રજનીકાંતે બિગબીનાં ચરણ સ્પર્શ કર્યાં

Saturday 30th November 2019 05:24 EST
 
ગોવામાં ૫૦મા ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટનમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે એકબીજાના પ્રેરણારૂપ ગણાવ્યા હતા. અમિતાભે રજનીકાંતને ‘આઇકોન ઓફ ધ યર’ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ લીધા પછી રજનીકાંતે અમિતાભના ચરણ સ્પર્શ કર્યાં હતાં. તેમણે અમિતાભને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો. અમિતાભે કહ્યું કે, રજનીકાંત તેમની કારકિર્દીની શરૂઆતથી જ મારા માટે પ્રેરણારૂપ છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter