અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા પાંચમી ઓગસ્ટે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયના અસ્થિ વિસર્જન માટે અલ્લાહાબાદ પહોંચ્યા હતા. કૃષ્ણરાજનાં પત્ની વૃંદા રાય સહિત તેમનો પરિવાર આ વિધિમાં હાજર રહ્યો હતો અને ગંગામાં અસ્થિ વિસર્જિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ૧૮મી માર્ચ, ૨૦૧૭ના રોજ કૃષ્ણરાજનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું.