સલમાનખાનની શોધ અને ઐશ્વર્યાની જેવી જ દેખાતી સ્નેહા ઉલ્લાલ તમિલ અને કન્નડ ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી બની છે. સૂત્રો કહે છે કે, સ્નેહા હવે ફરીથી હિન્દી ફિલ્મોમાં ફરીથી દેખાશે. તેની નવી હિન્દી ફિલ્મ ફિલ્મ ‘બેજુબાં ઈશ્ક. આવી રહી છે. બેજુબાં ઈશ્કનું મ્યુઝિક લોન્ચ થઈ ગયું છે અને શૂટિંગ પણ શરૂ થયું છે. બોલિવૂડમાં ‘લકી નો લાઈમ ફોર લવ’ બાદ સ્નેહાએ ‘આર્યન’ જેવી ફિલ્મો કરીને પછી તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પગરણ માંડ્યા હતા. દક્ષિણ ભારતીય ફિલ્મના દર્શકોને સ્નેહાની માંજરી આંખો અને માદક અદાઓ પસંદ પડી છે.