વર્ષ ૨૦૧૪માં ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ફિલ્મની સફળતાએ કંગના રાણાવતની કારકિર્દીને ચાર ચાંદ લાગવી દીધા છે. આ સફળતા પછી સાતમા આસમાને ઉડી રહેલી આ યુવા અભિનેત્રી હવે નિર્માતાઓ પાસે વધુ ફી માગી રહી છે. તેણે થોડા સમય પહેલા રૂ. ૧૧ કરોડમાં એક ફિલ્મ સાઈન કરીને તે અત્યારની સૌથી મોંઘી અભિનેત્રી બની છે. આ નવી ફિલ્મ વિશાલ ભારદ્વાજની ‘રંગૂન’ જ છે, જેના સિવાય તેણે તમામ ઓફર નકારી હતી. જ્યારે દીપિકા પદુકોણ રૂ. આઠ-નવ કરોડ અને પ્રિયંકા ચોપડા રૂ. સાત-આઠ કરોડ લે છે. આ ઉપરાંત કંગનાની સફળતા જોઇને ઘણી ઉત્પાદક કંપનીઓએ તેને જાહેરાતમાં લેવા માટે પડાપડી કરી રહી છે. આમ, કંગના માટે અત્યારે ડબલ બોનાન્ઝા છે.
વિવિધ ઉત્પાદકો કહે છે કે, અત્યારે કંગનાની લોકપ્રિયતા ખૂબ વધી છે. તે ગામડાઓમાં પણ લોકોનું આકર્ષણ બની ગઈ હોવાથી તે ગ્રાહકો ઝડપથી ખેંચી શકે તેમ છે.