મુંબઈઃ કંગના રાણાવત જ્યોર્જિયાના પાટનગર એટલાન્ટાથી થોડે દૂર શૂટિંગના સ્થળેથી હોટેલ પાછી ફરી રહી હતી. તે જે ગાડીમાં સફર કરી રહી હતી તે ગાડીના ડ્રાઈવરને ગાડી હંકારતી વખતે ઉધરસ આવતાં ડ્રાઈવરનો હાથ સ્ટીયરિંગ પરથી ખસી ગયો અને ગાડી કાબૂ બહાર થવા લાગી હતી. ડ્રાઈવરની બાજુમાં જ બેસેલી કંગનાના અંગરક્ષકે સ્ટિયરિંગ સંભાળવાની કોશિશ કરી, પરંતુ તેમ થઈ શક્યું નહોતું અને કાર રોડ ઉપરથી નીચે ઉતરી સ્ટીલ ફેન્સિંગ સાથે અથડાઈ હતી જેમાં કંગનાને માથા અને હાથ પર ઈજા થઈ હતી. જોકે હાલમાં કંગનાની તબિયત સારી છે અને તે ફરી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે.