કંગના સાથે સમાધાન નથી થયું, તેણે માફી માગી છેઃ શબાના

Thursday 03rd April 2025 09:47 EDT
 
 

કંગના રણૌત સામે જાવેદ અખ્તરે કરેલા બદનક્ષીના કેસમાં બન્ને વચ્ચે પરસ્પર સંમતિ અને રાજીખુશીથી સમાધાન થયાની વાત ખોટી છે. વાસ્તવમાં કંગનાએ આ કેસમાં અમારી માફી માગી છે તેવો દાવો શબાના આઝમીએ કર્યો છે. કંગનાએ જાવેદ અખ્તરનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સાંકળ્યું હતું. આથી જાવેદ અખ્તરે કંગના સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસ આશરે સાડા ચાર વર્ષ ચાલ્યો હતો. થોડા સમય પહેલાં જ કંગનાએ જાહેર કર્યું હતું કે બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કેસ પાછો ખેંચાઈ ગયો છે. કંગનાએ એમ પણ લખ્યું હતું કે જાવેદ અખ્તર તેની નવી ફિલ્મ માટે ગીત લખી આપવાના છે.

જોકે, હવે શબાના આઝમીએ કંગનાના આ દાવા ઉપરાંત મીડિયા અહેવાલો અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું હતું કે બન્ને પક્ષોની સંમતીથી સમાધાનની વાતમાં તથ્ય નથી. શરૂઆતથી જ અમે કહ્યું હતું કે અમારે બદનક્ષી બદલ નાણાકીય વળતર જોઈતું નથી, પરંતુ કંગના માફી માગે તે અપેક્ષિત છે. એ પ્રમાણે કંગનાએ અમારી માફી માગી છે. આમ આ કેસમાં અમે જીતી ગયા છીએ, તેને દ્વિપક્ષી સમાધાન કહી શકાય નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter