કંગના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બિઝનેસમેન નિશાંત પટ્ટી સાથે જોવા મળી હતી. ત્યારથી તે તેની સાથે ડેટ કરી રહી હોવાની ચર્ચા થઇ રહી છે. કંગના અને નિશાંત - બન્નેએ તસવીરકારોને સાથે પોઝ પણ રાજીખુશીથી આપ્યો હતો. જોકે, અફેરની અફવાઓ શરૂ થતાં જ કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યુ હતું કે ‘હું કોઈ અન્યને ડેટ કરી રહી છું, પરંતુ તેમના વિશે સમય આવ્યે જણાવીશ. મહેરબાની કરીને નિશાંત પટ્ટી સાથે મારું નામ ન જોડશો. તેઓ ઓલરેડી પરણિત છે. કોઈ મહિલા અને પુરુષ તસવીરમાં સાથે સાથે જોવા મળે એટલે ગમેતેવી ધારણાઓ બાંધી લેવાય નહીં.’ હજુ થોડા દિવસો પહેલાં કંગના તેના હેર સ્ટાઇલિસ્ટ સાથે હાથમાં હાથ રાખીને જતાં જોવા મળી હતી. તે વખતે પણ આ પુરુષ કોણ છે તે વિશે ચર્ચાઓ થઈ હતી. જોકે બાદમાં કંગનાએ સ્પષ્ટતા કરી હતી.