ઓફિસના એક ખૂણામાં કચરાની જેમ ફેંકાયેલી રૂ. ૪૫ કરોડની એગ્રીમેન્ટની નકલ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણીની બેનામી સંપત્તિનો પુરાવો બની ગઈ. મુંબઈ આઇટી વિભાગે બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને ‘સ્ત્રી’ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝનને પણ બેનામી સંપત્તિ રાખવાના આરોપી ગણાવ્યા છે.
આઇટી વિભાગે છ મહિનામાં મુંબઈમાં કુલ રૂ. ૧,૫૦૦ કરોડની બેનામી સંપત્તિ પકડી પાડી છે. આઈટી વિભાગે તેનો તપાસ રિપોર્ટ હવે સેન્ટ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ (સીબીડીટી)ને મોકલ્યો છે. તેના આદેશ પર આઇટી વિભાગ ત્રણેય સેલિબ્રિટીને નોટિસ મોકલી પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છે કે ‘સ્ત્રી’ના નિર્માતા દિનેશ વિઝને ‘સ્ત્રી’ ફિલ્મમાંથી મળેલા રૂ. ૨૪ કરોડની માહિતી છુપાવી હતી.
નેટફ્લિક્સ સાથે કરાર
‘સંજુ’ ફિલ્મ માટે હિરાણી અને નેટફિલક્સ વચ્ચે રૂ. ૪૫ કરોડનો કરાર થયો હતો. હિરાણીએ તેમના એડવાન્સ ટેક્સ અને માર્ચમાં ફરેલા ફાઇનલ ટેક્સ રિટર્નમાં આ રકમનો ઉલ્લેખ નહોતો કર્યો.
‘બાગી’ માટે મળેલા રૂ. ૧૦ કરોડ છુપાવ્યા
ટાઇગર શ્રોફની બેનામી સંપત્તિ ‘બાગી’ ફિલ્મ સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે તેને રૂ. ૧૦ કરોડ મળ્યા હતા. તેણે આઇટીઆરમાં કર્યો નહોતો હાલ તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર - ૨’ની તૈયારીમાં છે.