કપિલ શર્માએ લગ્નનું કાર્ડ શેર કર્યું

Friday 30th November 2018 05:44 EST
 
 

સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માએ તેનાં લગ્નની જાણ કરતાં સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ મૂક્યું છે. તેણે ચાહકોના સાથ-સહકાર બદલ આભાર માનીને આશીર્વાદ આપવા વિનંતી કરી છે. કપિલ તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રથ સામે બારમી ડિસેમ્બરે જલંધરમાં લગ્ન કરી રહ્યો છે. તે ૧૪ ડિસેમ્બરે અમૃતસરમાં તેનાં સગાં-સંબંધીઓ માટે રિસેપ્શન રાખશે. ત્યારબાદ તે ૨૪ ડિસેમ્બરે મુંબઈમાં બોલિવૂડના ફ્રેન્ડ્સ માટે રિસેપ્શન રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter