કોમેડિયન તથા એક્ટર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે બોલાચાલી અને ઝઘડા પછી બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હોવાની ચર્ચા બોલિવૂડમાં હતી. આ દોસ્તીની દરાર સિવાઈ ગઈ હોય તેવું લાગે છે. કપિલ શર્માએ હાલમાં જ કનિકા કુમરિયાના લગ્નપ્રસંગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કપિલ - સુનીલ સાથે જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ કપિલ - સુનીલ સ્ટેજ પર સાથે હળવા મૂડમાં પણ દેખાયા હતા.
લગ્નમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવર તથા સિંગર મિકા સિંહ સ્ટેજ પર હતા. કપિલ શર્માએ આ વીડિયો શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, પાજી સાથે ખાસ અને સુંદર સાંજ રહી. તમામનો આભાર. ભગવાન આ સુંદર કપલને આશીર્વાદ આપે અને કુમરિયા પરિવારને શુભેચ્છા. વીડિયોમાં કપિલ, સુનિલ તથા મિકા સ્ટેજ પર કપલ્સ સાથે જોવા મળે છે. કપિલ ગોલ્ડન સાડી પહેરેલી એક મહિલા સાથે બોલિવૂડ ગીત ‘ઓહ મેરી ઝોહરા ઝબીં...’ પર ડોલતો દેખાયો હતો તો સુનીલ પણ ગીત ગાતો જોવા મળ્યો હતો.