કલર્સ ટીવીનો લોકપ્રિય ફૂડ શો ‘દેસી બીટ’ ફરી એક વખત લોકોના ઘરોમાં છવાઇ ગયો છે. અગાઉની સિઝનની જેમ આ પાંચમી સિઝન પણ કલર્સના દર્શકોને લિજ્જતદાર સ્વાદની દુનિયાનો પ્રવાસ કરાવશે. 25 ફેબ્રુઆરી - રવિવાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થયેલો આ શો શના પરાથા પ્રસ્તુત કરે છે. યુકેના દેશી ઘરોમાં તૈયાર થતાં દક્ષિણ એશિયન લિજ્જતદાર ભોજન રજૂ કરતો આ શો દેસી બીટ સિઝન-5 મોંમાં પાણી લાવી દેતી અને હૃદયને તરબતર કરી દે તેવા વ્યંજનો રજૂ કરવાની ખાતરી આપે છે. ‘દેસી બીટે’ ગત સિઝનમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, તેણે રસિલી વાનગીઓ, સાંસ્કૃતિક યાદો અને મનોરંજક પ્રસ્તુતિ વડે દર્શકોના દિલ દિલ જીતી લીધા હતા. આ નવી સિઝનમાં યુરોપ, યુએસ, કેનેડા, APAC, MENA અને સાઉથ આફ્રિકામાં વસતાં કલર્સના દર્શકોને આવરી લેવાયા છે, અને તેને યુકેના જાણીતા ટોમી સંધુ હોસ્ટ કરી રહ્યા છે. ટોમી સંધુ તેમના પ્રભાવશાળી હોસ્ટિંગ દ્વારા લોકોને તેમના રસોડામાં લઈ જવાની સાથોસાથ હોમ કૂક્સ, લોકલ શેફ્સ અને પાકશાસ્ત્રના નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરીને પેઢીઓથી ચાલી આવતી રેસિપી પાછળનાં રહસ્યો અને વારસાની વાતો પણ રજૂ કરી રહ્યા છે.
ઇન્ડિયાકાસ્ટ મીડિયાના ઇન્ટરનેશનલ બિઝનેસ હેડ અને એક્ઝિ. વાઇસ પ્રેસિડેન્ટ ગોવિંદ શાહી ઉત્સાહભેર સાથે જણાવે છે કે, દેસી બીટ ભારતની રાંધણકલાના વારસાની અને તેને જીવંત રાખનાર વૈવિધ્યપૂર્ણ સમુદાયોની ઉજવણી છે. પરંપરાગત ભારતીય ફ્રોઝન સ્નેક્સ અને ફ્રોઝન એક્ઝોટિક વેજિટેબલ્સની અગ્રણી ઉત્પાદક શના ફૂડ્સ આ શોની મુખ્ય સ્પોન્સર છે. માત્ર કલર્સ ટીવી (Sky 706, Sky Glass 708, Virgin 826, BT TV 396 અને Yupp TV) પર રજૂ થનાર ‘દેસી બીટ’ સિઝન-5ને જોવાનું ચૂકશો નહીં.