રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ’માં બોલિવૂડના અભિનેતા અજય દેવગણ અને સાઉથની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ નજર આવી હતી. હાલમાં આ અભિનેત્રી કાજલ અગ્રવાલ પોતાની ફિલ્મને કારણે નહી, પરંતુ ટેનિસ સ્ટાર સાથે ડેટિંગને લઈને ચર્ચામાં આવી છે. કાજલ અગ્રવાલ અને ટેનિસ આઈકન લિએન્ડર પેસ વચ્ચે ઈલુ ઈલુના સમાચાર બી-ટાઉનમાં ચર્ચામાં છે. બંને એકબીજાને સારી રીતે જાણવાની કોશિશ કરી રહ્યાની ચર્ચા ચાલે છે. જોકે તેમના સંબંધને લઈને બંનેએ હાલમાં કંઈ જાહેર કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં એક ચેટ શોમાં કાજલે પોતાના લગ્નના પ્લાન્સ વિશે જણાવ્યું હતું કે, તે જલદીથી લગ્નના પ્લાનમાં છે. જોકે, તેણે પોતાના સંબંધના સ્ટેટસ વિશે કંઈપણ બોલવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે, હું ટૂંક સમયમાં જ મારા લગ્નનો પ્લાન બનાવીશ. કાજલે પોતાના ભવિષ્યના પતિમાં ખૂબીઓને લઈને કહ્યું હતું કે, ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ હોવી જોઈએ કે, તે આધ્યાત્મિક, કેરિંગ અને મને લઈને ખૂબ જ ફિકર કરનારો હોવો જોઈએ.