‘મહારાજ્ઞી-ક્વીન ઓફ ક્વીન્સ’માં કાજોલ શાનદાર એકશન દૃશ્યો કરતાં જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે, જેમાં અભિનેત્રી ભરપુર એકશન દૃશ્યો કરતી જોવા મળી હતી. ફિલ્મની વાર્તાનું કેન્દ્રબિંદુ સંતાનનો તેના માતા-પિતા સાથેના પ્રેમ છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું. તેલુગુ દિગ્દર્શક ચરણ તેજ ઉપ્પલપતિની સાથે કાજોલ પોતાની પહેલી અખિલ ભારતીય ફિલ્મ ‘મહારાજ્ઞીઃ ક્વીન ઓફ ક્વીન્સ’ કરી રહી છે. ફિલ્મના દિગ્દર્શક ચરણ તેજના અનુસાર, ફિલ્મમાં કાજોલ મુંબઇની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી માયા નામની મહિલાની ભૂમિકામાં જોવા મળશે. સમયના વહેવા સાથે આ મહિલા મહારાષ્ટ્રની સૌથી તાકાતવર મહિલા બની જાય છે. ફિલ્મના એકશન દૃશ્યો માટે વિદેશથી એકશન ડાયરેકટરને તાલીમ આપવા બોલાવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં કાજોલ સાથે મલયાલમ અભિનેત્રી સમયકથા પણ જોવા મળવાની છે.