કાર્તિક આયર્ને આઈફા 2025 એવોર્ડ સમારંભમાં ‘ભુલભુલૈયા-3’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી લીધો છે. કાર્તિક આર્યન આજકાલ પોતાના અભિનય ઉપરાંત રિલેશનશિપને મુદ્દે પણ ચર્ચામાં છે. મીડિયા અહેવાલ મુજબ કાર્તિક આર્યન આજકાલ પોતાનાથી 11 વર્ષ નાની અભિનેત્રી શ્રીલીલા સાથે ડેટ કરી રહ્યો છે. બંનેને એક સાથે અનેકવાર સ્પોટ કરાયા છે. કાર્તિકની ફેમિલી પાર્ટીમાં પણ શ્રીલીલા ડાન્સ કરતી જોવા મળી છે.
વીતેલા પખવાડિયે જયપુરમાં આયોજિત આઇફા એવોર્ડ વખતે કાર્તિક આર્યનની માતાએ તેમની ભાવિ વહુની ખૂબીઓ વિશે વાત કરીને કાર્તિક-શ્રીલીલાના રિલેશનશિપની ખબરોને વેગ આપ્યો હતો. કાર્તિકની માતા માલા તિવારીને એવોર્ડ સમારંભમાં પૂછાયું હતું કે તેઓ કેવી વહુ ઇચ્છી રહ્યા છે. તેમના જવાબને સોશિયલ મીડિયા યૂઝર્સ શ્રીલીલા સાથે જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપમાં માતા તેમની ભાવિ વહુની ખૂબીઓ વિશે વાત કરે છે. માલા તિવારીએ કહ્યું કે પોતાના પુત્રની પત્નીના રૂપમાં એક તબીબ ઇચ્છે છે. યૂઝર્સ માને છે કે તે વાત શ્રીલીલા તરફ ઇશારો કરે છે. શ્રીલીલા મેડિકલનો અભ્યાસ કરી ચૂકી છે.