વર્ષ ૧૯૯૮માં ચિંકારાના શિકાર મામલે બોલિવૂડ સુપરસ્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેએ ૨૭મીએ જોધપુર કોર્ટમાં હાજર થઈને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. સલમાન સહિત પાંચ સ્ટાર્સ સાથે વાતચીતમાં કોર્ટે કુલ ૫૮થી વધુ સવાલ કર્યા હતા. નિવદનોના આધારે તૈયાર સવાલોના જવાબ કોર્ટે સ્ટાર્સ પાસે માગ્યા હતા. બધા સવાલોના જવાબ બાદ કોર્ટે સલમાનને આ મામલે નિર્દોષ જાહેર કર્યો છે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે, સલમાને બધા સવાલોના ખૂબ જ શાંતિથી જવાબ આપ્યા હતા. એમણે કહ્યું કે સલમાનને કુલ ૫૮ સવાલ પૂછવામાં આવ્યા હતા. લગભગ અડધા કલાક સુધી સવાલ-જવાબના સિલસિલા પછી સલમાન કોર્ટની બહાર નીકળ્યો હતો. સલમાન પછી સૈફ, તબ્બુ, સોનાલી અને નીલમને સવાલ કરાયા હતા. આ પાંચ બોલિવૂડ સ્ટાર્સ પર આરોપ છે કે તે વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘હમ હમ સાથ હે’ના શૂટિંગ દરમિયાન તેમણે કાળા હરણનો શિકાર કર્યો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાળા હરણનો શિકાર ગુનો ગણાય છે.
સલમાન પર એવો પણ આક્ષેપ હતો કે, સલમાને કાળા હરણનો શિકાર કર્યો તે હથિયારનું લાયસન્સ રદ થઈ ગયું હતું. જોકે આ આર્મ્સ કેસમાં ૧૮ જાન્યુઆરીએ કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો. કારણ કે ફરિયાદી પક્ષ એ સાબિત કરી શક્યો નહોતો કે, સલમાનની પાસે ગેરકાયદે હથિયાર હતા.
સલમાન વિરુદ્ધ શિકારથી જોડાયેલા ૩ કેસ નોંધાયા છે. કાળિયારના શિકારથી જોડાયેલા બે કેસમાં રાજસ્થાન હાઈ કોર્ટે સલમાનને છોડી દીધો છે. જ્યારે બે કાળા હરણના શિકારના મામલામાં ત્રીજો કેસ ચાલી રહ્યો છે.
સલમાન વિરુદ્ધ જોધપુર જિલ્લાના લૂણી થાણા વિસ્તારના કાંકણી ગામની સરહદમાં બે કાળા હરણનો શિકાર અને આર્મ્સ એક્ટના હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. સલમાન પર એક્સપાયર્ડ લાઈસન્સવાળા હથિયાર રાખવાનો અને તેનો પ્રાણી પર ઉપયોગ કરવાના આરોપ હતા. આ આર્મ્સ કેસમાં તેની વિરુદ્ધ પુરાવા ન મળી શક્યા તેથી તે નિર્દોષ જાહેર કરાયો હતો. સલમાન આ કેસમાં બે વખત જોધપુર જેલમાં બંધ પણ થઈ ચૂક્યો છે.