વેલેન્ટાઈન ડે પર આમિર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો કરીના કપૂર સાથેનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આમિર ખાન આ ફિલ્મમાં લાલ સિંહ ચઢ્ઢાનો રોલ કરી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં કરીના આમિર ખાનને ભેટતી હોય એવો પોઝ છે. આ તસવીર વેલેન્ટાઈન ડે પર શેર કરતાં આમિર ખાને કહ્યું કે, હેપ્પી વેલેન્ટાઈન ડે કરીના... કાશ, દરેક ફિલ્મમાં તારી સાથે રોમાન્સ કરી શકું. આ વાતનો વિચાર બહુ સ્વાભાવિક રીતે જ આવી જાય છે.
આમિર – કરીનાની જોડી પહેલાં ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘તલાશ’માં પણ દેખાઈ હતી. ૧૯૯૪માં આવેલી ‘ફોરેસ્ટ ગમ્પ’ની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સત્તાવાર હિંદી રિમેક છે. કરીનાએ કહ્યું છે કે, ‘લાલ સિંહ’ કરિયરની પહેલી ફિલ્મ છે. જેના માટે તેણે ઓડિશન આપ્યું. કરીના માત્ર ને માત્ર આમિર માટે જ ઓડિશન આપવા તૈયાર થઈ હતી. કરીનાએ કહ્યું કે, આમિર જિનિયસ સ્ટાર છે અને તે ફિલ્મ માટે બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. આમિરે ઓડિશનની વાત કરી ત્યારે તેને ખ્યાલ હતો કે તે આ રોલ માટે પરફેક્ટ છે, પરંતુ આમિર જોવા માગતો હતો કે તે સ્ક્રિન પર કેવી લાગશે. તેથી કરીનાએ ઓડિશન આપ્યું.