SRK (કપિલ શર્મા) એટલે કે શિવ, રામ અને કૃષ્ણની જીવનમાં એક નહીં પણ ત્રણ-ત્રણ છોકરીઓ આવી જાય છે. તેની માએ SRK પાસેથી વચન લીધું છે કે તે કોઈ છોકરીનું દિલ નહીં તોડે. માનું આ વચન નિભાવવાના ચક્કરમાં જ બિચારા SRKએ ત્રણેત્રણ છોકરી સાથે લગ્ન કરે છે. આ ત્રણેય પત્નને પૂરતો ન્યાય આપવા માટે SRKએ એક જ એપાર્ટમેન્ટમાં ત્રણ ઘર લીધા છે, જેથી તે જરૂરિયાત સમયે કોઈ પણ પત્ની પાસે જઈ શકે. સમયની સાથે બધું બરાબર ચાલે છે, પણ હવે મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેની જિંદગીમાં ચોથી પ્રેમિકા દીપિકા (એલી અવરામ)નો પ્રવેશ થાય છે. એલીનો ભાઈ અન્ડરવર્લ્ડનો ડોન (અરબાઝ ખાન) હોય છે. આ ડોનના કારણે SRKને ચોથા લગ્નની તૈયારી પણ શરૂ કરવી પડે છે. હવે આગળ SRKનું શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં કપિલે પોતાના સંવાદો પોતે જ લખ્યા છે.
---------------------------------------------
નિર્માતાઃ રતન જૈન, ગણેશ જૈન, અબ્બાસ-મસ્તાન બર્માવાલા
દિગ્દર્શકઃ અબ્બાસ-મસ્તાન બર્માવાલા
સંગીતકારઃ જાવેદ મોહસીન, અમજદ, નદીમ, ડો. ઝ્યુસ, તનિશ્ક બાગચી
ગાયકઃ શ્રેયા ઘોષાલ, વાજિદ, રિતુ પાઠક, કપિલ શર્મા, રાજવીર સિંહ, સુક્રિતિ કક્કર વગેરે
ગીતકારઃ શબ્બીર એહમદ, મહેમૂદ અરાફત, ભિંડા બવાખેલ, રાજ રંજોધ, મવી સિંહ