અનુષ્કા શર્મા પોતાના પાળતું કૂતરા માટે શાકાહારી બની છે. તે કહે છે કે તેણે માંસાહાર છોડ્યા પછી પોતાના શરીર-જીવનમાં કંઈક તફાવત અનુભવી રહી છે.
અનુષ્કાએ મીડિયા સાથેની ચર્ચામાં વાળ અને આરોગ્યને જાળવવા માટે પોષણયુક્ત આહારનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેણે કહ્યું કે, હવે તે માત્ર શાકાહારી ભોજન જ આરોગે છે અને તે અગાઉ કરતા વધુ શાકભાજી ખાઈ રહી છે. અનુષ્કાએ પોતાના પાળતું કુતરા ડ્યુડ માટે માંસાહાર છોડી દીધો છે. તેના કુતરાને માંસ-મચ્છીની ગંધ પસંદ નથી.