મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શો મેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરને ૧૦મી ઓગસ્ટે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે હાલમાં તેમની હાલત સ્થિર છે. તેમનાં પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે ૨૦મી ઓગષ્ટે જણાવ્યું હતું કે, કૃષ્ણા હોસ્પિટલમાં છે અને હવે તેમની હાલત સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. રણધીર કપૂરે તેમનાં માતા વિશે કોઈ વિશેષ જાણકારી આપી નહોતી, પરંતુ મીડિયાના અહેવાલમાં જણાવ્યા મુજબ કૃષ્ણાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.