બોલિવૂડની અભિનેત્રી ઝરીન ખાને તાજેતરમાં કહ્યું છે કે, શરૂઆતમાં તેણે કેટરિના કૈફ જેવા દેખાવાની સજા ભોગવવી પડી છે. ઝરીને પોતાની કરિયરની શરૂઆત સલમાન સામે ફિલ્મ ‘વીર’થી કરી હતી અને તે સમયે તે કેટ જેવી દેખાતી હતી. ‘વીર’ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઝરીન કેટરિના જેવી દેખાતી હોવાનું બધા તેને કહેતા હતા. એ સમયને યાદ કરતાં ઝરીન તાજેતરમાં કહે છે કે, લોકો મને કેટરિના જેવી કહેતા, જેની મારે કિંમત ચૂકવવી પડી છે. હું ત્યારથી પોતાની નવી ઓળખ ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહી છું. મારે કોઈની છાયામાં મારે રહેવું નથી. જોકે હવે મને ખુશી છે કે લોકો મને મારા નામથી પણ જાણે છે.