હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવી રહેલી કેટરીના કૈફે હવે વૈશ્વિક ક્ષેત્રે નજર દોડાવી હોય તેવું લાગે છે. કારણ કે, થોડા અગાઉ તેણે કૂંગ-ફૂ નિષ્ણાત જેકી ચેન સાથે એક ફિલ્મ સાઇન કરી છે, આ ફિલ્મનું નામ છે ‘કૂંગ ફૂ યોગા’.
આ ફિલ્મમાં એકશન અને એડવેન્ચર બંને હશે. આ ફિલ્મનું દિગ્દર્શન હોંગકોંગમાં ફિલ્મકાર સ્ટેન્લી યોંગ કરશે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગ કેટરીનાનું જન્મસ્થાન છે. સ્ટેનલીએ આ અગાઉ પણ જેકી ચેન સાથે ફિલ્મ કરી છે. ફિલ્મની સ્ટોરી મુજબ કેટરીના કૈફ તેમાં ચાઈનીઝ યુનિવર્સિટીમાં ભારતીય પ્રોફેસરની ભૂમિકામાં દેખાશે. જેકી ચેન ચીનના એક પુરાતત્વવિદ્ની ભૂમિકામાં ભજવશે. મગધના સુવર્ણ યુગના ખજાનાની ભાળ મેળવવા માટે જેકી કૈટરીનાની મદદ લેશે એવો ફિલ્મનું કથાનક છે, આ માટે ફિલ્મના બે સેટનું નિર્માણ કરાશે. જે પૈકીનો એક સેટ રાજા બિંબીસારાના રાજવંશ પર આધારિત હશે. ઈ.સ પૂર્વે ૪૯૨થી ઈ.સ ૫૪૨પૂર્વે સુધી બિંબીસારાએ મગધના સામ્રાજય પર શાસન કર્યું હતું.
બિંબીસારા બુદ્ધ પ્રેમી હતો અને તે સાંસ્કૃતિક પ્રેમ અને સંસ્કૃતિના જતન માટે પ્રખ્યાત હતો. જેકી ચેન જેવો માર્શલ આર્ટનો નિષ્ણાત આ ફિલ્મમાં હોવાને કારણે આ ફિલ્મમાં ભરપૂર સ્ટંટ હશે. કેટરીનાએ અગાઉ સલમાન સાથેની ‘એક થા ટાઈગર’ ફિલ્મમાં પણ સ્ટંટ કર્યો હતો. સૂત્રો કહે છે કે, કેટરીના આ ફિલ્મમાં પણ સ્ટંટ કરશે.