દાંડિયા અને ગરબા ગીતો માટે જાણીતી લોકપ્રિય સિંગર જોડી પ્રીતિ-પિંકીએ કેન્સર પીડિત મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એક અનોખો વીડિયો બનાવ્યો છે. પોતાના આ નવા ગીત ‘હંગામા કયોંન કરે’માં મુંડન કરાવી વીડિયો શૂટ કરાવ્યું છે. બંને આ વીડિયોના માધ્યમથી કેન્સર પીડિત દરેક મહિલાને લડવાની તાકાત તેમજ પ્રોત્સાહન આપવા માગે છે. બંનેએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કેન્સર એક ભયાવહ બીમારી છે. જેમાં રોજેરોજ કેન્સર પીડિતોને જો પ્રોત્સાહન આપવામાં આવે તો તેમનો ઇલાજ સારી રીતે થઇ શકે છે. ગીત એક એવું માધ્યમ છે જે સહેલાઇથી પીડિતોની મદદે આવી શકે છે. કેન્સર પીડિતો આ બીમારીથી સામનો કરી શકે તે માટે અમે એક પ્રેરણા ગીત બનાવ્યું છે.