કેન્સર સામે લડતાં ક્યારેય હતાશ થઈ નથી

Wednesday 18th November 2015 06:26 EST
 
 

બ્લડ કેન્સરથી જિંદગીનો જંગ જીતનારી અભિનેત્રી લીઝા રેનું કહેવું છે કે, આ બીમારીથી લડતી વખતે તે કદી હતાશ થઈ નહોતી. તેના સાજા થવામાં તેની આશા, આકાંક્ષા, સહયોગ અને ખુશ મિજાજ હોવાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તાજેતરમાં જ લીઝાએ ટ્વિટર પર કેન્સર સંબંધિત વાતમાં લખ્યું હતું કે, કેન્સર જેવા રોગનું નામ પડતાં જ મોટેભાગે લોકો નિરાશ થઈ જતા હોય છે, પરંતુ હું કેન્સર દરમિયાન પણ મક્કમ રહી એનો ફાળો  કેમોથેરાપીની સાથે ધ્યાનને પણ જાય છે. તે પણ મારા માટે  સારવારનો જ એક ભાગ પુરવાર થયું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter