વારાસણી: ગુરુપૂર્ણિમા નિમિત્તે કાશી પહોંચેલી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા અચાનક મીડિયા પર ભડકી ઊઠી હતી. તેણે એક ટીવી ચેલનના રિપોર્ટરને કહી દીધું હતું કે, કેમેરો બંધ કરો નહીં તો તોડીને ગંગામાં ફેંકી દઈશ. રિપોર્ટરે કહ્યું કે, ડિમ્પલ, જયા પ્રદા અને અમરસિંહ સાથે ગંગાઆરતીમાં ગઈ હતી. આરતી દરમિયાન જયા પ્રદાની આંખો બંધ હતી અને ડિમ્પલ તાળી વગાડી રહી હતી. આ દરમિયાન ડિમ્પલે ઘણીવાર ત્યાં હાજર મીડિયા કર્મીઓને કેમેરા બંધ કરવાનો ઈશારો કર્યો હતો. આરતી પૂર્ણ થયા પછી ઘાટના દાદર પર અંધારું હતું અને કેમેરાની ફ્લેશ લાઈટ ઓન થઈ. ચહેરા પર ફ્લેશ પડતાં જ ડિમ્પલ ગુસ્સે ભરાઈ અને કહ્યું કે, કેમેરા બંધ કરો નહીં તો તોડીને ગંગામાં ફેંકી દઈશ. રિપોર્ટરના કહેવા મુજબ, મેં તરત અમરસિંહને વાત કરી તો તેમણે કહ્યું કે, ડિમ્પલ ધાર્મિકયાત્રામાં કોઈ ખલેલ ન ઈચ્છતી હોવાથી ગુસ્સામાં આવું કહ્યું હશે. ધાર્મિકયાત્રાએ વારાણસી પહોંચેલી ડિમ્પલે અને જયાએ ગંગાપૂજન કર્યા પછી બનારસી લસ્સીની મજા પણ પીધી હતી.