દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. મિથુનદાને 8 ઓક્ટોબરે યોજાનારા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં આ સન્માન એનાયત થશે. આશા પારેખ, ખુશ્બુ સુંદર અને વિપુલ શાહની જ્યૂરીએ ભારતીય સિનેમાના આ સર્વોચ્ચ સન્માન માટે 74 વર્ષના મિથુનદાની પસંદગી કરી છે. મિથુને હિન્દી ઉપરાંત બંગાળી, ઓડિયા, ભોજપુરી અને તેલુગુ સહિત 350થી પણ વધુ ફિલ્મો કરી છે. તેઓ બે વખત બેસ્ટ એક્ટરનો અને એક વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. આ વર્ષે તેઓ પદ્મભૂષણથી સન્માનિત થયા હતા.
મિથુને કહ્યું હતું કે ‘હું આ એવોર્ડ મારા પરિવાર અને દુનિયાભરના મારા ફેન્સને સમર્પિત કરું છું.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પણ તેમને અભિનંદન આપ્યા હતા. 1982માં ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મથી લોકપ્રિય બનેલા મિથુનદાની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘સુરક્ષા’, ‘વારદાત’, ‘અગ્નિપથ’, ‘ઘર એક મંદિર’, ‘ગુલામી’, ‘અગ્નિપથ’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ વગેરેનો સામેલ છે.