મુંબઈ: કોમેડિયન રઝાક ખાન આ દુનિયામાં નથી રહ્યા. ગોલ્ડન ભાઈ નામથી જાણીતા રઝાક ખાનને ૩૦મીમેએ હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મિત્ર અને અભિનેતા શહેઝાદ ખાને સોશ્યલ મીડિયા પર એક ફોટો શેક કરતાં લખ્યું હતું કે કાર્ડિયાક એરેસ્ટના કારણે મેં મારા મોટાભાઈ રઝાક ખાનને ગુમાવ્યો છે. સૌ તેમના માટે પ્રાર્થના કરો.
નોંધનીય છે કે ૬૫ વર્ષના રઝાક ખાને સલમાન, ગોવિંદા, અને શાહરુખ ખાન જેવા મોટા સ્ટાર સાથે ઘણી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લી વખત તેમણે ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં કામ કર્યું હતું.
રઝાક ખાનના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ રઝાક ખાને મુંબઈના હોલી ફેમિલી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. ૨૯મી મેએ બપોરે ૧૨-૩૦ વાગ્યે તેમને એટેક આવ્યો હતો. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.