ગોવિંદાની પુત્રી નર્મદા આ ફિલ્મથી ટીના આહુજા બનીને બોલીવૂડમાં પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી રહી છે. પ્રેમને પામવા માટે માણસ કેવી માથાકૂટમાં અટવાઈ જાય છે આ ફિલ્મનું મુખ્ય કથાનક છે. રાજબીર (ગિપ્પી ગ્રેવાલ) અને ગુરપ્રીત (ટીના આહુજા) એકબીજાના પ્રેમમાં છે અને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પણ આ લગ્નમાં જો કોઈ અવરોધ હોય તો એ ભરણપોષણ છે. હકીકત એ છે કે રાજબીરનાં અગાઉ નેહા (ગીતા બસરા) સાથે લગ્ન થયા હતા, પરંતુ બંનેએ છૂટાછેડા લીધા છે. આ છૂટાછેડાના કેસમાં રાજબીરે નેહાને દર મહિને મોટી રકમ ચૂકવવાની રહે છે. આ રકમ ચૂકવવામાંથી બચવું હોય તો એક જ વિકલ્પ છે, નેહા ફરીથી લગ્ન કરી લે. રાજબીરના આ પ્રશ્નનો અંત લાવવા માટે ગુરપ્રીત અને રાજબીર નેહા માટે છોકરો શોધવાનું કામ શરૂ કરે છે. મુરતિયાની તપાસ દરમિયાન રાજબીરનો ઉપરી અધિકારી અજુર્નસિંહ (ધર્મેન્દ્ર) પણ ફસાય છે. અજુર્નસિંહની માનસિકતા લે-ભાગુ પ્રકારની છે. તેની પત્ની તેને રંગેહાથ પકડી લે છે. પત્ની પાસેથી બચવા માટે અજુર્નસિંહ પણ રાજબીરનો ઉપયોગ કરે છે અને પછી ગોટાળાની હારમાળા શરૂ થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ ફિલ્મ જોવી રહી.
--------------------------
નિર્માતાઃ ઇકબાલ સિંહ, પલવિંદર સિંહ, મનવિંદર સિંહ, ગુરવિંદર સિંહ
લેખક-દિગ્દર્શકઃ સ્નીપ કાંગ
અન્ય કલાકારઃ દીપશિખા, વિજય રાઝ, મુકેશ તિવારી, રવિકિશન, આલોકનાથ વગેરે
ગીતકારઃ કુમાર
સંગીતકારઃ બાદશાહ, સુરિન્દર રતન, ડો. ઝેઉસ